૧ અભિગ્રહિક મિથ્યાત્વ
૨ અણાભિગ્રહિક મિથ્યાત્વ
૩ અભિનિવેશિક મિથ્યાત્વ
૪ સાંશયિક મિથ્યાત્વ
૫ અણાભોગ મિથ્યાત્વ
૬ લૌકિક મિથ્યાત્વ
૭ લોકોત્તર મિથ્યાત્વ
૮ કુપ્રાવચન મિથ્યાત્વ
૯ જીવને અજીવ શ્રદ્ધે, તે મિથ્યાત્વ
૧૦ અજીવને જીવ શ્રદ્ધે, તે મિથ્યાત્વ
૧૧ સાધુને કુસાધુ, શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૨ કુસાધુ ને સાધુ, શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૩ આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૪ આઠ કર્મથી નથી મુકાણા તેને શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૫ ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૬ અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૭ જિન માર્ગને અન્યમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૮ અન્ય માર્ગને જિન માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૯ જિન માર્ગથી ઓછુ પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૦ જિન માર્ગથી અધિકું પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૧ જિન માર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૨ અવિનય મિથ્યાત્વ
૨૩ અકિરિયા મિથ્યાત્વ
૨૪ અજ્ઞાન મિથ્યાત્વ
૨૫ અસાતના મિથ્યાત્વ
એ પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ સેવ્યા હોય, સેવરાવ્યા હોય,
સેવતા પ્રત્યે રૂડું જાણયું હોય તો
તસ્સ મિચ્છામિ દુક્કડમ