બારમું અતિથિ - બારમું જેમને આહાર પાણી લેવા આવવાની નક્કી તિથી નથી
સંવિભાગ વ્રત - ભાગ કરવા રૂપ વ્રત (સાધુ સાધ્વીજી પધારે તો મારે જે ખાવા પીવાની ચીજ છે તેમાથી તેમને વહોરાવું તેવી ભાવના)
સમણે - સાધુ મુનિને (સાધ્વીજીને)
નિગ્ગંથે - નિર્ગથને (જેમને કોઈપણ જાતનો પરિગ્રહ નથી)
ફાસુ - જીવ રહિત (અચેત વસ્તુ)
એસણિજ્જેણે - નિર્દોષ
અસણં - અન્ન રાંધેલુ
પાણં - પાણી ૨૦ જાતના આદિ ધોવાણ
ખાઈમં - સુખડી મિષ્ટાન આદિ
સાઈમં - મુખવાસ આદિ
વત્થ - સફેદ વસ્ત્ર
પડિગ્ગહ - પાત્રા
કંબલ - કામળી
પાયપુચ્છણેણં - રજોહરણ ગુચ્છા
પાઢિયારૂ - આપીને પાછી લેવાય તેવી વસ્તુ
પીઢ - પાટ બાજોટ
ફલગ - પાટીયું
સિજ્જા સંથારએણં - શય્યા આદિ પથારી
ઓસહ - ઔષધ (જેમાં એક વસ્તુ હોય)
ભેસજ્જેણં - ઘણી વસ્તુ ભેળવીને
પડિલાભેમાણે - ભાવથી આપતો થકો
વિહરિસ્સામિ - વિચારીશ
એવી મારી સદ્દહણા પ્રરૂપણા એ કરી સુપાત્ર સાધુ સાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહોરાવું તે વારે સ્પર્શના એ કરી શુધ્ધ હોજો.
એવાં બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા જાણવા
ન સમારિવ્વા તં જહા તે આલોઉં: - આચરવા નહિ તે જેમ છે તેમ
સચિત્ત નિક્ખેવણયા - સચેત વસ્તુ ઉપર અચેત વસ્તુ મુકી હોય
સચિત પેહણયા - સચિત વસ્તુ વડે અચેત વસ્તુ ઢાંકી હોય
કાલાઈક્કમે - વસ્તુનો કાળ વિતી ગયા પછી બગડેલી વસ્તુ વહોરાવી હોય
પરોવએસે - પોતે સૂઝતો હોય છતાં બીજાને વહોરાવાનું કહ્યું હોય
મચ્છરિયાએ - દાન આપીને અહંકાર કર્યો હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ
(પછી નવકાર મંત્રનો પાઠ બોલવો) |