બીજાં ખામણાં - શ્રી સિધ્ધ ભગવંતોને
બીજા ખામણાં અનંતા સિધ્ધ ભગવંતોને કરૂં છું. તે ભવગવંતોના ગુણગ્રામ કરતાં જધન્ય રસ ઊપજે તો કર્મની ક્રોડો ખપે, અને ઉત્ક્રુષ્ટો રસ ઉપજે, તો આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જે.
આ ભરતક્ષેત્રને વિષે ચોવીસ તીર્થકરો સિધ્ધ થયા. તેમના નામ કહું છું.
૧. શ્રી ઋષભદેવ સ્વામી
૨. શ્રી અજીતનાથ સ્વામી
૩. શ્રી સંભવનાથ સ્વામી
૪. શ્રી અભિનંદન સ્વામી
૫. શ્રી સુમતિનાથ સ્વામી
૬. શ્રિ પદ્મપ્રભુ સ્વામી
૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ક્શ
૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી
૯. શ્રી સુવિધિનાથ સ્વામી
૧૦. શ્રી શીતલનાથ સ્વામી
૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી
૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી
૧૩. શ્રી વિમળનાથ સ્વામી
૧૪. શ્રી અનંતનાથ સ્વામી
૧૫. શ્રી ધર્મનાથ સ્વામી
૧૬. શ્રી શાંતિનાથ સ્વામી
૧૭. શ્રી કુંથુનાથ સ્વામી
૧૮. શ્રી અરનાથ સ્વામી
૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી
૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી
૨૧. શ્રી નેમિનાથ સ્વામી
૨૨. શ્રી નેમનાથ સ્વામી
૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૪. શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામી
એ એક ચોવીસી આદિ અનંત ચોવીશી, પંદર ભેદે, સીઝી, બુઝી આઠ કર્મ ક્ષય કરી, મોક્ષ, પધાર્યા, તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો ! તે આઠ કર્મના નામ ૧) જ્ઞાનાવરણીય ૨) દર્શનાવરણીય ૩) વેદનીય ૪) મોહનીય ૫) આયુષ્ય ૬) નામ ૭) ગોત્ર ૮) અંતરાય એ આઠ કર્મ ક્ષય કરી મુક્તિશિલાને વિએ બિરાજે છે, તે મુક્તિશિલા કયાં છે ?
સમપ્રુથ્વીથી ૭૯૦ જોજન ઊંચપણે તારા મંડળ આવે ત્યાંથી ૧૦ જોજન ઊંચે સૂર્યનું વિમાન છે, ત્યાંથી ૮૦ જોજન ઉંચપણે ચંન્દ્ર્નું વિમાન છે. ત્યાંથી ૪ જોજન ઉંચપણે નક્ષત્રના વિમાન છે. ત્યાંથી ૪ જોજન ઊંચપણે બુધનો તારો છે, ત્યાંથી ૩ જોજાન ઊંચપણે શુક્રનો તારો છે, ત્યાંથી ૩ જોજાન ઊંચપણે બ્રુહસ્પતિનો તારો છે, ત્યાંથી ૩ જોજન ઊંચપણે મંગળનો તારો છે, ત્યાંથી ૩ જોજન ઊંચપણે છેત્રો શનિશ્વરનો તારો છે, એમ ૯૦૦ જોજન લગી જ્યોતિષ ચક્ર છે.
ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા ક્રોડી ઊંચપણે બાર દેવલોક આવે છે, તેના નામ: ૧) સુધર્મ ૨) ઈશાન ૩) સનતકુમાર ૪) માહેંદ્ર ૫) બ્રહ્મલોક ૬) લાંતક ૭) મહાશુક્ર ૮) સહસ્ત્રાર ૯) આણત ૧૦) પ્રાણત ૧૧) આરણ અને ૧૨) અચ્યુત ત્યાંથી અસંખ્યાતા જોજનની કોડા કોડી ઊંચપણે ચડીએ ત્યારે નવ ગ્રૈવેયક આવે, તેનાં નામ: ૧) ભદ્રે ૨) સુભદ્રે ૩) સુજાએ ૪) સુમાણસે ૫) પ્રિયદંસણે ૬) સુદુંસણે ૭) આમોહે ૮) સુપડિબધ્ધે ૯) જસોઘરે, તેમાં ત્રણ ત્રિક છે, પહેલી ત્રિક્માં ૧૧૧ વિમાન છે, બીજી ત્રિક્માં ૧૦૭ વિમાન છે, અને ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજનની કોડ કોડી ઊંચપણે ચડીએ ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે તેનાં નામ ઃ ૧) વિજય ૨) વિજ્યંત ૩) જ્યંત ૪ અપરાજિત ૫ સર્વાપસિધ્ધ
આ સર્વાપ્રસિધ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર જોજન ઊંચપણે મુક્તિશિલા છે, તે મુક્તિશિલા કેવી છે ? પિસ્તાલીશ લાખ જોજન લાબીં પહોળી છે, મધ્યે આઠ જોજનની જાડી છે, ઊતરતા છેડે માખીની પાંખ થકી પણ પાતળી છે, ઊજળી ગોખીર, શંખ, ચંદ્ર અંકરત્ન, રૂપાનો મોતીનો હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક ઊજળી છે.
તે સિધ્ધશિલા ઉપર એક જોજન, તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે શ્રી સિધ્ધ ભગવાનજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે સિધ્ધ ભગવંતજી કેવા છે ? અવર્ણે, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કર્મ નહિ, કાયા નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ ! આપ શ્રી સિધ્ધ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહી બેઠો છું, આપના જ્ઞાન, દર્શનને વિષે, આજના દિવસ સંબંધી, અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો, હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. (અહીં તિખ્ખુત્તોનો પાઠ ત્રણ વખત બોલવો)