છઠ્ઠો આવશ્યક |
( સાધુ સાધ્વીજી હોય, તો તેમને ત્રણ વખત ઊઠબેસની વંદના કરવી, અને ‘પચ્ચક્ખાણ કરાવશો’ એમ વિનંતી કરવી અને પચ્ચક્ખાણ કરવા સાધુ સાધ્વીજી ન હોય તો મોટા શ્રાવકને વિનંતી કરવી અને કોઈ ન હોય તો પોતાની મેળે નીચે મુજબ પાઠ બોલી પચ્ચક્ખાણ કરવાં) ચઉવ્વિહં પિ – ચાર પ્રકારના સ્વામીનાથ સામાયિક ૧, ચઉવિસંથો ૨, વંદના ૩, પ્રતિક્રમણ ૪ અને કાઉસ્સગ ૫, અને પચ્ચક્ખાણ ૬ આ છ એ આવશ્યક પૂરા થયા, તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં. મિથ્યાત્વનું પ્રતિક્રમણ અવ્રતનું પ્રતિક્રમણ્ પ્રમાદનું પ્રતિક્રમણ કષાયનું પ્રતિક્રમણ અશુભ જોગવું પ્રતિક્રમણ એ સર્વ મળી ૮૨ બોલના પાંચ પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળીને ન પડિક્કમાયાં હોય તેને વિષે અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અણાચાર જાણતાં અજાણતાં કોઇ પણ જાતનાં પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતા કાળના પચ્ચક્ખાણ તેને વિષે કોઇ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં કરેમિ મંગલં મહા મંગલં મંગલં |
<< આ પહેલા હવે પછી >> |