નમો ચઉવીસાએ તિથ્થયરાણં - ચોવીસે તીર્થકરોને મારા નમસ્કાર
ઉસભાઈ મહાવીર પજ્જવસણાણં - શ્રી ઋષભદેવથી મહાવીર સ્વામી પર્યત ભક્તિ કરૂં છું
ઈણમેવ નિગ્ગંથ - એવા આ જ નિગ્રઁથ (બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રહિતનાં)
પાવયાણં - પ્રવચન = જિનવાણી આગમ શાસ્ત્રો
સચ્ચ - સત્ય છે
અણુત્તંર - ઉત્તમ છે
કેવલિયં - કેવળજ્ઞાનિએ પ્રરૂપેલ છે
પડિપુન્નં - પ્રતિપૂર્ણ છે
નેયાઉયં - ન્યાયયુક્ત છે
સંસુધ્ધં - દરેક રીતે શુધ્ધ, નિયકલંકી છે
સલ્લકત્તણં - (ત્રણે) શલ્યને કાતરની માફાક કાપનાર
સિધ્ધિ મગ્ગં - સિધ્ધ થવાનો માર્ગ છે
મુત્તિ મગ્ગં - (આઠ કર્મથી) મુક્ત થવાનો માર્ગ છે
નિજ્જાણ મગ્ગં - સકળ કર્મનો છેડો લાવવાનો માર્ગ છે
નિવ્વાણ મગ્ગં - નિર્વાણ થવાનો માર્ગ છે કર્મતાપ નિવારી શીતલતા પામવાનો માર્ગ છે
અવિતહમવિસંધિ - પૂર્વાપર વિરોધ રહિત સંદેહ રહિત સદા શાશ્વત રૂપ સત્ય છે
સવ્વ દુક્ખ પહીણમગ્ગં - સર્વ દુઃખને ક્ષય કરવાનો માર્ગ છે
ઈત્થં ક્રિયા જીવા - આ માર્ગને વિષે રહેલા જીવો
સિજઝંતિ - સિધ્ધ થાય છે
બુજઝંતિ - બુદ્ધ (સર્વજ્ઞ) થાય છે
મુચ્ચંતિ - સર્વ કર્મથી મુક્ત થાય છે
પરિનિવ્વાયંતિ - સર્વ પ્રકારે નિર્વાણ પામે છે
સવ્વદુક્ખાણમંતંકરંતિ - સર્વ દુઃખોનો અંત કરે છે
તં ધમ્મં - તે ધર્મ ને
સદાહામિ - શ્રધ્ધા કરૂં છું શ્રધ્ધું છું
પત્તિયામિ - પ્રતિતિ કરૂં છું
રોએમિ - રૂચિ કરૂં છું
ફાસેમિ - સ્પર્શ કરું છું સેવું છું
પાલેમિ - પાળુ છું
અણપાલેમિ - વિશેષ પાળુ છું
તં ધમ્મં - તે ધર્મ ને વિશે
સદંહતો - શ્રધ્ધા રાખતો થકો
પત્તિયંતો - પ્રતીતિ કરતો થકો
રોયંતો - રૂચી આણતો થકો
ફાસંતો - સ્પર્શતા થકો
પાલંતો - પાળતો થકો
અણુપાલતો - વિશેષ પાળતો થકો
તસ્સ ધમ્મસ્સ - તે ધર્મથી
કેવલીપન્નતસ્સ - કેવળી ભગવાને પ્રરૂપેલા
અબ્ભુટિકઓમિ આરાહણાએ - આરાધનાને વિષે હું ઉધમવંત છું
વિરેઓમિ વિરાહણાએ - અને વિરાધના કરવાથી અટકું છું
અસંજમં પરિયાણામિ - અસંયમને છોડું છું
સંજ્મં ઉવસંપજ્જામિ - સંયમને અંગીકાર કરૂં છું
અબંભં પરિયાણામિ - અબ્રહાચર્ય છોડું છું
બંભં ઉવસંયજ્જામિ - બ્રહાચર્યને અંગીકાર કરૂં છું
અકપ્પં પરિયાણામિ - અકલ્પનિક છોડું છું
કપ્પં ઉવસંપજ્જામિ - કલ્પનિકને અંગીકાર કરૂં છું
અન્નાણં પરિયાણામિ - અજ્ઞાનને છોડું છું
નાણં ઉવસંપજ્જામિ - જ્ઞાનને અંગીકાર કરૂં છું
અકિરિયં પરિયાણામિ - અક્રિયાને છોડું છું
કિરિયા ઉવસંપજ્જામિ - ક્રિયાને અંગીકાર કરૂં છું
મિચ્છતં પરિયાણામિ - મિથ્યાત્વને છોડું છું
સમ્મતં ઉવસંપજ્જામિ - સમકિતને અંગીકાર કરૂં છું
અબોહિં પરિયાણામિ - દુર્બોધને છોડું છું
બોહિં ઉવસંપજ્જામિ - સુબોધને અંગીકાર કરૂં છું
અમગ્ગં પરિયાણામિ - (જિન માર્ગથી વિપરીત એવા ઉન્માર્ગ છોડું છું
મંગં ઉવસંપજ્જામિ - મોક્ષ માર્ગ (જ્ઞાન, દર્શન ચારિત્ર તપ ને અંગીકાર કરૂં છું
જં સંભરામિ - જે દોષમને સાંભરે છે અને
જં ચન સંભરામિ - જે દોષ મને નથી સાંભરતા
જં પડિક્કમામિ - જેનું મેં પ્રાયશ્ચિત લીધું છે
જં ન પડિક્કમામિ - જેનું મેં પ્રાયશ્ચિત નથી લીધું
તસ્સ સવ્વસ્સ - તે સર્વ
દેવસિઅસ્સ - દિવસ સંબંધી
અઈયાસ્સ - અતિચારોને
પડિક્કમામિ - હું પડિક્કમું છું (નિવર્તુ છું)
સમણોડહં - હું શ્રમણ છું
સંજય - સંયતિ છું
વિરય - સંસારથી વિરકત થયો છું
પડિહય - હણ્યાં છે
પચ્ચક્ખાય - પચ્ચક્ખાણ કરીને
પાવકમ્મો - પાપને અને કર્મોને
અનિયાણો - નિયાણ રહિત છું
દિટ્ટિ સંપન્નો - સમકિત દષ્ટિ સહિત છું
માયામોસો વિવજ્જિઓ - કપટ સહિત જૂઠથી રહિત થયો છું (તેથી)
અડ્ડાઈ જે સુદીવ સમુદેદુ - અઢી ધ્વિપ અને સમુદ્રને વિષે
પન્નરસ કમ્મભૂમિસુ - પંદર કર્મભૂમિને વિષે
જાવંતિ કેઈસાહુ - જે કોઈ સાધુ રહેલા છે (તેઓ કેવા છે)
રયહરણ ગુચ્છગ પડિગ્ગહધારા - રજોહરણ ગુચ્છો અને પાત્રાં રાખનારા
પંચ મહવ્વધારા - પંચ મહાવ્રતોને ધારણ કરનારા
અડ્ડારસ સહસ્સ સિલાગ રથધારા - અઢાર હજારે બ્રહાચર્યના શીલરૂપી રથના ધારનાર છે
અકખય આચારચરિન્તા - જેઓ અક્ષય પરિપૂર્ણ આચારવાળા છે ચારિત્રવાળા છે
તે સવ્વે - તેઓ સર્વને
સિરસા - મસ્તક વડે
મણસા - શુદ્ધ અંતઃકરણથી મનથી
મત્થેણ વંદામિ - મસ્તક નમાવીને વંદના કરૂં છું
ઈતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા, નિંધાં, નિઃશલ્ય થયા વિશેષે, વિશેષે અરિહંત સિધ્ધ કેવળી ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી ગુવાર્દિક ને ભુજો ભુજો કરી ખમાવું છું |