ઈચ્છામિ - ઈચ્છું છું
પડિક્કમિઉં - પાપથી પાછા હટવાને
પગામસિજ્જાએ - ઘણુ સૂઈ રહેવાથી
નિગામસિજ્જાએ - ઓઢવા પાથરવાનાં ઘણા ઉપકરણ રાખી ઘણું સુવાથી
સંથારા ઉવટ્ટણાએ - સુંતાસુંતા વગર પૂંજીયે પડખું ફેરવાથી
પરિયટ્ટણાએ - વારંવાર વગર પૂંજીયે પડખું ફેરવાથી
આઉટ્ટણાએ - વગર પૂજીયે હાથપગ સંકોચવાથી
પસારણાએ - વગર પૂંજીયે હાથપગ લાંબા કરવાથી
છપ્પઈ સંઘટ્ટણાએ - છ પગી જૂ વગેરે કચરવાથી
કૂઈએ - કુચેષ્ટા કરવાથી
ક ક્કરાઈએ - ઉઘાડે મોઢે બોલાવાથી
છિઈએ - ઉઘાડે મોઢે છીંક ખાવાથી
જં ભાઈએ - ઉઘાડે મોઢે બગાસુ ખાવાથી
આમોસે - વગર પૂંજીયે શરીર ખંજ્વાળવાથી
સસરક ખામોસે - સચેત રજને સ્પર્શ કરવાથી
આઉલ માઉલાએ - આકુળ વ્યાકુળતાથી
સોવણવત્તિયાએ - સ્વપ્નના નિમિતથી
ઈત્થીવિપ્પરિયાસિઆએ - સ્ત્રીના વિપયાંસ એટલે ભ્રમથી (સ્વપ્નમા મૈથુન સેવવાની ઇચ્છા થઈ હોય)
દિઠ્ઠી વિપ્પરિયાસિઆએ - દ્રષ્ટિના વિપર્યાસથી, (સ્વપ્નમાં દ્રષ્ટિથી ક્રીડા કરી હોય)
મણવિપ્પરિયાસિઆએ - મનના વિપર્યાસથી (સ્વપ્નમાં મનથી ક્રીડા કરી હોય)
પાણ ભોયણા વિપ્પરિયાસિઆએ - પાણી અને ભોજનના વિપર્યાસ (ભ્રન્તિથી) (સ્વપ્નમાં સારા નરસા આહારપાણીથી ખુશી દિલગિરિ)
જો મે - જે મને
દેવસિઓ - દિવસ સંબંધી
અઈયારો કઓ - અતિચાર લાગ્યા હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ |