ચોથું અણુવ્રત - અણુવ્રત
થૂલાઓ - મોટું
મેહુણાઓ - મૈથુન સેવવાથી
વેરમણં - નિવર્તું છું
સદાર - પોતાની સ્ત્રીથી જ
સંતોસિએ - સંતોષ રખવો
અવસેસં - તે સિવાય બીજી કોઈ સાથે
મેહુણવિહંના - મૈથુન સેવવાની
પચ્ચકખાણ - બંધી
(અને સ્ત્રીને સભરથાર સંતોસિએ અવસેસં મેહુણ સેવવાનાં પચ્ચક્ખાણ)
અને જે સ્ત્રી-પુરુષને મૂળથકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચક્ખાણ હોય તેને દેવતા મનુષ્ય તિર્યચ સંબંધી મેહુણના પચ્ચક્ખાણ
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
દેવતા સંબંધી - તેમાં દેવતાની સાથે
દુવિહં - બે કરણે
તિવિહેણં - ત્રણ જોગે
ન કરેમિ - એ કામ કરૂં નહી
ન કારવે મિ - બીજા પાસે કરાવું નહી
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
અને મનુષ્ય તિર્યરાં સંબંધી - અને માણસ તથા પશુ વિગેરીની સાથે
એગવિંદ - એક કરણે
એગવિહેણં - એક જોગે
ન કરેમિ - એ કામ કરૂં નહી
કાયસા - કાયાએ કરી
એવા ચોથા થુલ - મોટા
મેહુણ - મૈથુન
વેરમણવ્રતના - ત્યાગ કરવાના વ્રતના
પંચ અઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા જેવા
ન સમાયરિયવ્વા - આચરવા જેવા નહી
તંજ્હા - તે જેમ છે તેમ
તે આલોઉ - તે કહું છું
ઈતરિય પરિગ્ગહિયાગમણે - નાની ઉમ્મરની પોતાની સ્ત્રી સાથે ગમન કર્યું હોય
અપરિગ્ગહિયાગમણે - સ્ત્રીને પરણ્યા અગાઉ તેની સાથે ગમન કર્યું હોય
અનંગક્રીડા - સ્વભાવિક અંગ સિવાય અનેરા અંગે કામક્રીડા કરી હોય
પરવિવાહકરણે - બીજાઓના વિવાહ મેળવી આપ્યા હોય
કામભોગેસુ તિવ્વાભિલાસા - કામ ભોગને વિષે તીવ્ર અભિલાષા રાખી હોય
તસ્સ મિચ્છામિદુક્કડં - તે મારું પાપ મિથ્યા થાઓ