પ્રતિક્રમણ શરુ કરતાં પહેલા ઉભા થઈને સવિનયે પૂ. સાધુસાધ્વીજીને અથવા તેઓની ગેરહાજરીમાં ઈશાનખૂણામા શ્રી સિમંધરસ્વામી ભગવાનને ત્રણ વખત વંદના કરીને પ્રતિક્રમણની આજ્ઞા માગવી.
પછી નવકાર મંત્ર તથા તિક્ખૂતોનો પાઠ બોલવો.
પછી 'સ્વામીનાથ પાપનું આલોચન, પ્રતિક્રમણની આજ્ઞા' ઍ પ્રમાણે કહીને પાઠ પહેલો 'ઇચ્છામિણં ભંતે' બોલીને, પહેલા આવશ્યકની આજ્ઞા માંગવી .